ભારતમાં Covid-19નું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ, કોરોનાથી હાલાત બગડ્યા: IMA

દેશમાં કોરોના વાયરસ (Corona Virus) નો પ્રકોપ સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના કેસ 10 લાખ પાર થઈ ગયા છે. આવા સમયે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)નું કહેવું છે કે ભારતમાં હવે કોરોનાનું કોમ્યુનિટી સ્પ્રેડ (Community Transmission) શરૂ થઈ ગયું છે અને હવે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. 

ભારતમાં Covid-19નું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ, કોરોનાથી હાલાત બગડ્યા: IMA

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) નો પ્રકોપ સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના કેસ 10 લાખ પાર થઈ ગયા છે. આવા સમયે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)નું કહેવું છે કે ભારતમાં હવે કોરોનાનું કોમ્યુનિટી સ્પ્રેડ (Community Transmission) શરૂ થઈ ગયું છે અને હવે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. 

IMA હોસ્પિટલ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરપર્સન ડો.વી કે મોંગાએ કહ્યું કે દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જે ખુબ જ ખતરનાક સ્થિતિ છે. સમાચાર એજન્સી એએનઆઈએ ડો.મોંગાના હવાલે કહ્યું છે કે ભારતમાં દરરોજ કોરોના વાયરસના 30 હજારથી વધુ કેસ આવી રહ્યાં છે. જે ખરેખર દેશ માટે ખુબ ખરાબ સ્થિતિ છે. હવે કોરોના ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે. તે ખરાબ સંકેત છે. જે કોમ્યુનિટી સ્પ્રેડ થતો જોવા મળી રહ્યો છે. 

ડો.મોંગાનું આ નિવેદન ખુબ મહત્વનું છે. કારણ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સતત કહી રહ્યું છે કે ભારતમાં હજુ સુધી કોરોના વાયરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આ દાવાને અનેક હેલ્થ એક્સપર્ટ ચેલેન્જ કરી ચૂક્યા છે. આ સાથે જ કોરોના વાયરસના દર્દીઓના મામલે ભારત દુનિયામાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. 

અમેરિકા અને બ્રાઝિલ બાદ કોરોના વાયરસના સૌથી વધુ દર્દીઓ ભારતમાં છે. શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 10 લાખ 38 હજાર 716 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયેલા છે. જેમાંથી 26273 લોકોના મૃત્યુ થયા છે. કુલ કેસમાંથી 6,53,751 લોકો ડિસ્ચાર્જ થયા છે. 

ડો. મોંગાએ કહ્યું કે હવે કોરોના વાયરસ ગામડાઓ અને કસ્બાઓમાં ફેલાઈ રહ્યો છે. જેના કારણે હાલાતને નિયંત્રિત કરવા ખુબ મુશ્કેલ થયા છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં તો અમે તેને કંટ્રોલ કરી લીધો પરંતુ મહારાષ્ટ્ર, કેરળ, ગોવા અને મધ્ય પ્રદેશના આંતરિયાળ ગામડાઓનું શું થશે?

ડો. મોંગાએ એમ પણ કહ્યું કે કોરોના વાયરસ એક એવી બીમારી છે કે જે ખુબ ઝડપથી ફેલાઈ રહી છે. તેને પહોંચી વળવા માટે રાજ્ય સરકારોએ પૂરેપૂરી સાવધાની વર્તવી જોઈએ અને કેન્દ્ર સરકાર પાસેથી મદદ લેવી જોઈએ. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news